અમરેલી

અમરેલી તાલુકાના દેવળીયા ચકકરગઢ ગામે આમ આદમી પાર્ટીમાં નવા ચુંટાયેલ તાલુકા પંચાયત સભ્યએ કામો શરુ કર્યા

અમરેલી તાલુકાના દેવળીયા ચકકરગઢ બંને ગામો વચ્ચે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કાચાં માર્ગ ઉપર ગાંડા બાવળ ઝાડી ઝાંખરા ના કારણે એસ. ટી બસો બધ હતી જેથી આમ આદમી પાર્ટી માં નવા ચુંટાયેલ તાલુકા પંચાયત સભ્ય ભાવેશભાઈ સોલડીયા તેમજ પુર્વ તાલુકા સભ્ય નાથાલાલ વી સુખડીયા દ્વારા જેસીબીથી માર્ગ રીપેરીંગ કરવામાં આવ્યો થોડા દિવસોમાં બસો દોડતી થશે તેમજ દેવળીયા ગામેથી સાવરકુંડલા હાઇવે રોડ સુધીનાં ત્રણ કીમી રોડ સાઈટ ગાંડા બાવળ બોરડી ના ઝુંડ હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતાં આર એન્ડ બી પંચાયત દ્વારા જંગલ કટીંગ કે સાઈટ રીપેરીંગ કરવામાં આવતું ન હતું જેથી નવ નિયુક્ત આમ આદમી પાર્ટી અમરેલી તાલુકા સભ્ય ભાવેશભાઈ સોલડીયા તેમજ પુર્વ તાલુકા સભ્ય નાથાલાલ વી સુખડીયા એ સતત સાથે રહી રોડ સાફ સફાઈ કરાવતા આ ચકકરગઢ દેવળીયા ગ્રામજનોમા ખુશી નો માહોલ છવાયો છે અને સારી કામગીરી ની પ્રશંસા કરી રહ્યા છે 

Related Posts