અમરેલી જિલ્લામાં દેવળીયા નામના ૦૩ ગામ છે. આથી સરનામા અને પત્રવ્યવહારમાં સમસ્યા થતી હતી. અમરેલી તાલુકાના દેવળીયા ગામના સરપંચશ્રી અને ગ્રામ પંચાયત દ્વારા ગામનું નામ બદલવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લેતા સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫ માર્ચ, ૨૦૨૪ના ઠરાવથી અમરેલી તાલુકાના દેવળીયા ગામનું નામ ‘દેવભૂમિ દેવળીયા’ કરવામાં આવ્યું છે. ગામમાં પ્રાચીન મંદિરો અને દરગાહ આવેલા હોવાથી ગામનું નામ દેવભૂમિ દેવળીયા કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા ગેઝેટમાં પ્રસિદ્ધિ પામી છે. આ અંગે સરકારી રેકર્ડમાં જરુરી સુધારો કરવા તથા જિલ્લાની તાબાની કચેરીઓને આ અંગે નોટિસ બોર્ડ પર બહોળી પ્રસિદ્ધ કરવા તેમજ કચેરીની એસ.ઓ. ફાઇલે રાખવા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
અમરેલી તાલુકાના દેવળીયાને તેના નવા નામ દેવભૂમિ દેવળીયા તરીકે ઓળખવું

Recent Comments