fbpx
અમરેલી

અમરેલી તાલુકાના મોટા-આંકડીયા ગામે બાવીશી પરિવારના નૂતન મંદિર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા ભવ્ય રીતે ઉજવાશે.

ગુજરાતમાં ગૌરવ વધારનાર મોટા-આંકડીયા ગામના વતનના રતન સમા સિઘ્ધિ પ્રાપ્તકર્તા નાગરિકો તથા શહિદ પરિવારના સભ્યો નું સન્માાનતા.૮/૪/૨૨ ના બપોરે મોટા-આંકડીયા ધૂમાડા-બંધ મહાપ્રસાદ લેશે….સમગ્ર ગામમાં ખૂશી પ્રસરીઅમરેલી તાલુકાના મોટા-આંકડીયા ગામે નિર્માણ પામેલ સમસ્ત બાવીશી પરિવારના કુળદેવી આઈશ્રી ખોડિયાર માતાના નૂતન-મંદિરનો ત્રિદિવસીય ભવ્ય દિવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ એપ્રિલની તારીખ ૭.૮.૯. ના રોજ યોજાશે જેની મહોત્સ્વની સંપૂર્ણ સફળતા માટે સમસ્ત મોટા-આંકડીયા બાવીશી પરિવાર તડામાર તૈયારી કરી રહયો છે. સમસ્ત બાવીશી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મોહોત્સવમાં ના ભરચક અવિસ્મારણીય પ્રસંગો,હેમાદ્રી,જલયાત્રા,શોભાયાત્રા,સંતોના સામૈયા, ધર્મસભા,મંડપપ્રવેશ,રકતદાન શિબિર,કૃષિ-પ્રદર્શન,સમસ્ત  મોટા-આંકડીયા ગામ ધુમાડાબંધ,નામાંકિત કલાકારોનો ભવ્યો લોકડાયરો,મા-બાપને ભુલશો નહી નામનું નાટક,ગામના સિઘ્ધી પ્રાપ્ત્ ઔદ્યોગિક રત્નો નું સન્માન,સરહદપર શહિદ થયેલા પરિવારના સભ્યોિ નું સન્માન,માતાજીની મુર્તિનું નિજ-મંદિરમાં સ્થાાપન-પુજન અને પ્રતિષ્ઠા એમ વિવિધ અવિસ્મદરણીય કાર્યક્રમો તથા પ્રસંગોથી ભરપુર બાવીશી પરિવારના કુળદેવી આઈશ્રી ખોડિયાર માતાજીના નૂતન-મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સ‍વને લઈને સમગ્ર પંથક તથા મોટા-આંકડીયા ગામમાં ખૂશીનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા સમસ્ત‍ બાવીશી પરિવાર તડામાર તૈયારી કરીને ધાર્મિક કાર્યક્રમને આખરી ઓપ આપી રહયાં છે.

Follow Me:

Related Posts