અમરેલી તાલુકાના મોટા માંડવડામાં બાળકીને એક શખ્શે લાલચ આપી દુષ્કર્મ આચર્યું
અમરેલી તાલુકાના મોટા માંડવડામાં રહેતી એક આઠ વર્ષની બાળકીને અહીં રહેતો એક શખ્સ માછલી આપવાની લાલચ આપી પોતાના ઘરે લઇ જઇ તેના પર દુષ્કર્મ ગુજારતા આ બારામાં બાળકીના પિતાએ અમરેલી તાલુકા પેાલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની આ ઘટના અમરેલી તાલુકાના મોટા માંડવડામાં બની હતી. અહીં રહેતી આઠ વર્ષની બાળકીને અરવિંદ મુળજી શિરોયા નામનો શખ્સ તારીખ ૨૦/૧૧ના રોજ બપોરના માછલી આપવાની લાલચ આપી ફોસલાવી તેના ઘરે લઇ ગયો હતો. આ નરાધમ શખ્સે બાળકી સાથે જાતીય અડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બાળકીએ પરિવારને સઘળી હકીકત જણાવતા આ બારામાં બાળકીના પિતાએ આ શખ્સ સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ પી.બી.લક્કડ ચલાવી રહ્યાં છે.
Recent Comments