અમરેલી

અમરેલી તાલુકાના મોણપુર પાસેથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં સ્કાવર વાલ્વ મૂકવાનું કામ મંજૂર કરાવતા અમરેલીના યુવા ધારાસભ્ય કૌશિક વેકરિયા

     અમરેલી જિલ્લાની પ્રજાના વર્ષો જૂના પ્રજાલક્ષી કામો એક પછી મંજૂર થઈ રહ્યા છે. જેમાં આજે વધું એક કામનો ઉમેરો થયો છે. અમરેલીના યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાએ તાલુકાના મોણપુર ગામ પાસેથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇનમાં સ્કાવર વાલ્વ મૂકવાની ગ્રામજનોની માંગણી અંગેની ધારદાર રજૂઆત કરતા, ઘણા લાંબા સમયથી પડતર રહેલી માંગણીને આખરે સરકારના સિંચાઇ વિભાગ દ્વારા સ્વીકારીને મંજૂર કરવામાં આવેલ છે.ગુજરાત સરકારના જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.27/2/2024ના હુકમથી મોણપુર ગામ ખાતે સૌની યોજનાની પાઇપલાઈનમાં વાલ્વ મૂકવાના આ કામને સૈધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

Related Posts