સાંસદ શ્રી ભરતભાઈ સુતરિય અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના પ્રજાજનો માટે લોક દરબાર યોજાયો હતો. અમરેલી તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ સહિતના લોકોએ જનહિતના પ્રશ્નોની ૩૯ રજૂઆતો કરી હતી.અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી અજય દહિયાની ઉપસ્થિતિમાં મળેલા આ લોક દરબારમાં રસ્તા, પીવાના પાણી, પૂર સંરક્ષણ દિવાલ, સિંચાઈ, મતદારયાદી, વીજળી, સૌની યોજના, રેલવે લાઈન સહિતના લોકોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆતો પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓએ સાંભળી હતી.
આ રજૂઆતો સંદર્ભે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને રજૂ થયેલા પ્રશ્નોના નિવારણ માટે જરુરી માર્ગદર્શન આપવાની સાથે સમય મર્યાદામાં પ્રશ્નોને ઉકેલવા માટે સૂચનાઓ આપી હતી. નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરિયાએ પણ પ્રજાકીય પ્રશ્નો ઉકેલવા માટે અધિકારીઓને સ્થળ મુલાકાત કરવા સહિતના સૂચનો કર્યા હતા. સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ પણ પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે જરુરી માર્ગદર્શન આપ્યું હતું.આ લોક દરબારમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સુરેશભાઈ પાથર, પ્રાંત અધિકારી શ્રી એમ. જે. નાકિયા, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, સિંચાઈ, સહિતની કચેરીઓના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments