અમરેલી તાલુકાના શેડુભાર ગામ થી ખીજડીયા રાદડીયા ગામ સુધીના રોડની બંને સાઈડ જંગલ કટીંગ કરાવવાની ધારદાર રજુઆત કરતા : અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયા
અમરેલી તાલુકાના શેડુભારગામ થી ખીજડીયા રાદડીયા ગામ સુધી રોડની બંને સાઈડ ગાંડા બાવળનું સામ્રાજય જામી ગયું છે , રોડ ઉપરથી પસાર થતાં મુસાફરો તથા વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે, ગાંડા બાવળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી અવાર–નવાર અકસ્માતો થાય છે, અને લોકોને ચાલવામાં પણ પારાવાર મુશ્કેલી પડે છે,તેથી તાત્કાલીક ધોરણે ગાંડા બાવળનો નિકાલ કરવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયાએ રજુઆત કરવામાં આવી.
Recent Comments