ટેન્ડરની કામગીરી વહેલી તકે કરી, ટુંક સમયમાં જ મંજુર થયેલ એપ્રોચ રોડ ઉપર પુલ બનાવવા કામનો પ્રારંભ થશે. : ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી.
અમરેલી તાલુકામાં થયેલ ઢગલાબંધ કામો બાદ વધુ રૂા.૧૩પ.૦૦ લાખ ના ખર્ચ એપ્રોચ રોડ ઉપર પુલ મંજુર કરાવતા : લોક લાડીલા ધારાસભ્ય ધાનાણી ઉપર અભિનંદનની વર્ષા
અમરેલી તાલુકાના સાંગાડેરી ગામે અમરેલી – સાંગાડેરી એપ્રોચ રોડ ઉપર પુલ બનાવવાની ખુબ જ જરૂરીયાત હતી અને સાંગાડેરી ગામના આગેવાન અને અમરેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણભાઈ કમાણીએ અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની રજુઆત કરતા ધાનાણીએ તુરંત સરકારશ્રીમાં રજુઆત કરી અમરેલી તાલુકાના સાંગાડેરી ગામે સાંગાડેરી એપ્રોચ રોડ ઉપર પુલ બનાવવાના કામે રૂા. ૧૩પ.૦૦ લાખ મંજુર કરાવી જોબનંબર ફાળવવામાં આવેલ છે. આગામી થોડા જ દિવસોમાં સાંગાડેર એપ્રોચ રોડ ઉપર પુલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.
Recent Comments