જય ભારત સાથ જણાવવાનું કે,અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડની બંને સાઈડ ગાંડા બાવળનું સામ્રાજય જામી ગયું છે,રોડ ઉપરથી પસાર થતાં મુસાફરો તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગાંડા બાવળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી અવાર-નવાર અકસ્માતો થાય છે અને લોકોને ચાલવામાં પણ પારાવાર મુશ્કેલી પડે છે,અમરેલી જીલ્લાપંચાયતમાં જંગલ કટીંગ માટેના વાર્ષિક ભાવો હોય છે અને જે એજન્સીને જીલ્લાપંચાયત દ્વારા વાર્ષિક ભાવાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે એજન્સી દ્વારા કામ કર્યાં વગર બારોબાર બિલ બનાવીને પાસ કરાવી લેવામાં આવે છે અને તે કામના રૂપિયા લઈ લેવામાં આવે છે,આમ લોકોના પૈસાનો ખોટો વેડફાટ થઈ રહ્યો છે.તો આપની કક્ષાએથી તત્કાલ કાર્યવાહી કરીને અમરેલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રોડની બંને સાઈડમાં ગાંડા બાવળ દૂર કરવા માટે આપ સાહેબશ્રીને લાગણી સહ ભલામણ કરૂ છું.તેમજ આપે કરેલ કાર્યવાહીની જાણ મને કરવા વિનંતી.
અમરેલી તાલુકામાં જંગલ કટીંગ કરાવવા બાબત

Recent Comments