અમરેલી તાલુકામાં છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી છ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનથી ગ્રામ પંચાયતો ચાલે છે, જેમાં કેરીયાચાડ, ખડ ખંભાળિયા, નાના ગોખરવાળા, રંગપુર, નવા ખીજડીયા, નાના આંકડીયા ગામોનો સમાવેશ થાય છે,આ ગામોમાં છેલ્લા દોઢ વર્ષથી તલાટી મંત્રી એટલે કે વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયતો ચલાવવામાં આવે છે, ખરેખર તો સમગ્ર ગુજરાત રાજ્યમાં તલાટી મંત્રીની ઘટ છે, જેને લીધે ચારથી પાંચ ગામ વચ્ચે એક તલાટી મંત્રી ફરજ બજાવે છે, પરિણામે અઠવાડિયામાં માત્ર એક જ દિવસ એક ગામને મળે છે, જેને લીધે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ગામના વિકાસના મહત્વના કાર્યો છેલ્લા દોઢ વર્ષથી અટકી પડ્યા છે, ગુજરાત હાઇકોર્ટે ઓબીસી અનામત અંગેનો ચુકાદો આપી દીધો હોવા છતાં પણ શા માટે બાકી રહેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવામાં આવતી નથી? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે
અમરેલી તાલુકામાં વહીવટદાર શાસનથી ચાલતી ગ્રામ પંચાયતમાં ચૂંટણી ક્યારે થશે ? તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments