અમરેલી તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ
સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ પરિભ્રમણ કરી રહી છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં રવિવારથી યાત્રાનો પ્રારંભ થયો હતો. અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અમરેલી તાલુકાના કાઠમા ગામે અમરેલી તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘નો રથ આવી પહોંચ્યો હતો.
કાઠમા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ૨૯૧ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં “મારું ભારત” અંતર્ગત ૦૬ સ્વયંસેવકોની નોંધણી કરવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના હસ્તે ૧૫ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થળ પ,ર૦૩ આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અમરેલી તાલુકાના માલવણ ગામે યોજાયેલા કાર્યક્રમમાં ૪૭૮ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં “મારું ભારત” અભિયાન અંતર્ગત ૦૬ સ્વયંસેવકોની નોંધણી થઈ હતી. કાર્યક્રમમાં ૦૧ મહિલા અને ૦૫ વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થળ પર નવા ૦૯ આયુષમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જ્યારે ૦૩ આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments