અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે મનીષભાઈ ભંડેરીની વરણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દવારા અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મનીષભાઈ ભંડેરીની નિમણુંક કરવામાં આવેલ છે.
આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ડીે.કે. રૈયાણી અને પૂર્વ પ્રમુખ પંકજભાઈ કાનાબારના હસ્તે મનીષભાઈ ભંડેરીને નિમણુંક પત્ર સોંપવામાં આવેલ હતું. પક્ષને વફાદાર અને સનિષ્ઠ, સક્રિય અને ઉત્સાહી અને લોક પ્રશ્ને સતત પ્રશાસનનો કાન પકડતા રહેનાર યુવા આગેવાન એવા મનીષભાઈ ભંડેરીની અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સતત બીજી વખત વરણી થતા નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે. રૈયાણી સહિતના અગ્રણીઓએ આ નિમણુંકને આવકારેલ છે.
Recent Comments