શેડુભાર ગામનો વર્ષોજુનો પ્રશ્ન હલ કરતા : પરેશ ધાનાણી
મોટા માચીયાળા થી શેડુભાર રોડ ઉપર માઈનોર બ્રીજના કામે રૂા. ૬૦.૦૦ લાખના ખર્ચે કામની મંજુરી મળી
મોટા માચીયાળા થી શેડુભાર રોડ ઉપર વોકળામાં ચોમાસા દરમ્યાન ખુબ પાણીનો ભરાવો થાય છે, અને આજુબાજુના ગામના લોકોને અવર–જવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, આથી અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયાએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીને બ્રીજ બનાવવા માટે રજુઆત કરતા શ્રી ધાનાણીએ ત્વરીત સરકારમાં રજુઆત કરીને મોટા માચીયાળા થી શેડુભાર રોડ ઉપર માઈનોર બ્રીજ બનાવવા કામે રૂા. ૬૦.૦૦ લાખના કામની મંજુરી મળતા, અમરેલી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ પોંકિયા તેમજ શેડુભાર,મોટા માચીયાળા, ખીજડીયા રાદડીયા, સુરગપુરા,હરીપુરા ગામના આગેવાનોએ ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો.
Recent Comments