fbpx
અમરેલી

અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીનો આજે જન્મ દિવસ

અમરેલી તાલુકાના નાનકડા એવા તરવડા ગામમાં જન્મેલા મનીષ ભંડેરી બાળપણ થી જ અભ્યાસ ક્ષેત્રે તેજસ્વી અને નેતૃત્વના ગુણથી ભરપુર વળી રાજકારણ તેમના લોહીમાં મળેલ, ભારત દેશની આઝાદીની લડાઈમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં તેમના દાદા વીરજીબાપા ભંડેરીનું મહત્વનું યોગદાન રહેલું હતુ, ત્યારબાદ સમાજસેવા તથા લોકસેવા માટે નારણબાપા ભંડેરીએ પણ પોતાનું મહત્વનું યોગદાન આજદિન સુધી આપી રહયા છે, આવા પરીવારમાં જન્મેલ મનીષ ભંડેરી સ્કુલ તેમજ કોલેજ કક્ષાએ વિવિધ કાર્યક્રમમાં નેતૃત્વની પહેલ જ તેના જીવનની વિશેષતા રહેલી છે.

શૈક્ષણિક ક્ષેત્રે આંકડાશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી, બી.એડ.,એમ.બી.એ., ડી.સી.એસ., પી.જી.ડી.ટી.પી., જેવી ડીગ્રીઓ મેળવીને શિક્ષણમાં મહારત પ્રાપ્ત કરી છે, એક સામાન્ય શિક્ષકની સફર થી શરૂ કરીને ડાયરેકટર સુધી અને અસામાન્ય રાજકરણ સુધીની તેમની સફર નીડર, સાહસિકતાનું પ્રતિક છે.

વિદ્યાર્થી, વાલી અને કાર્યકર્તાઓમાં લોકચાહના જ તેમના સરળ સ્વભાવનો પરિચય આપે છે. રાજકારણમાં સંગઠન થી શરૂ કરી મહામંત્રી, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિશ્વાસુ, વફાદાર, કર્મનિષ્ઠ પ્રમુખ તરીકેની આગાવી છબી ધરાવે છે, તેમણે તૈયાર કરેલ ૭ર ગામોનું સંગઠન હોય કે જીલ્લાના તમામ તાલુકાનું સંગઠન હોય કે પછી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, વિધાનસભાની ચુંટણીમાં સંગઠનને મજબુત રીતે એકસુત્ર રાખી ઉેમેદવારોને વિજયી બનાવવાનો સખત પરિશ્રમ તેમના ફાળે જાય છે. ખેડુતો,વેપારીઓ,ગરીબો,શોષિતો અને પીડીતોની સાથે રહી પ્રશ્નો સાંભળી ત્વરીત નિરાકરણ માટે કામ કરતા રહયા છે, તેવો સામાજીક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવે છે. આજે વિદ્યાર્થીઓ, વાલીઓ,કાર્યકર્તાઓ અને ચાહકો દ્રારા તેમના મો. ૯૮રપપ૬૧૭૭૪ ઉપર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.

Follow Me:

Related Posts