અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ અમરેલી તાલુકા કોંગ્રેસ માલધારી સેલમાં પ્રમુખ તરીકે રાજુભાઈ ઝાપડા અને ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ બાંભવા અને મહામંત્રી તરીકે કડવાભાઈ આંજરાને નિમણુંક આપી. માલધારી સમાજના પ્રશ્નોને વાંચા આપવા માટે અને માલધારી સમાજના પ્રશ્નોનું સરકારશ્રીમાં રજુઆત કરવા માટે માલધારી સેલની રચના કરવામાં આવી અને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીના હસ્તે નવનિયુકત હોદેદારોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.
અમરેલી તાલુકા કોંગ્રેસ માલધારી સેલમાં નિમણુંક આપતા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments