અમરેલી

અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મનીષ ભંડેરી દ્વારા સરકારને અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજનામાં કોરોના વાયરસના રોગનો સમાવેશ કરવા રજૂઆત.

હાલ અત્યારે ગુજરાત સહીત સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસ સામે લોકો મહત્વપૂર્ણ લડત લડીને જ્જુમી રહ્યા છે, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ખેડૂત વર્ગ તથા નાના વેપારીવર્ગ કોરોના વાયરસની સારવાર સરકારી કે પ્રાઈવેટ હોસ્પીટલોમાં લઇ રહ્યા છે. જેમાં સરકારી હોસ્પીટલોમાં પુરતી જગ્યા નાં હોવાણા કારણે આવા લોકો પ્રાઈવેટ હોસ્પીટલોમાં કોરોના વાયરસની સારવાર લેવા મજબુર બન્યા છે, અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોરોના વાયરસની સારવાર ખુબ જ મોંઘી છે. જેના કારણે આવા વર્ગના લોકો ભારે આર્થિક સંકટમાં ફસાઈ જાય છે. એટલા માટે સરકારશ્રીની અમૃતમ યોજના અને આયુષ્માન ભારત હેઠળ કોરોના વાયરસનાં રોગને આવરી લેવામાં આવે તો આવા વર્ગનાં લોકોને આર્થિક રીતે રાહત મળે. તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

Related Posts