અમરેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ જગ્યા માટે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ૧૪-સરંભડા તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી આગામી તા.૦૩ ઓક્ટોબર – ૨૦૨૧ના રોજ યોજાશે. આ ચૂંટણીની જાહેરાત ગત તા.૦૬ સપ્ટેમ્બર – ૨૦૨૧ના રોજ રાજય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી હોવાથી તા.૦૩ ઓક્ટોબર – ૨૦૨૧થી આ ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. ચૂંટણીના કાર્યક્રમ મુજબ ચૂંટણીની જાહેરાતની તારીખ ૦૬.૦૯.૨૦૨૧ છે. જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ ૧૩.૦૯.૨૦૨૧ છે. ઉમેદવારી પત્રો ભરવા માટે માટેની છેલ્લી તારીખ ૧૮.૦૯.૨૦૨૧, ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ ૨૦.૦૯.૨૦૨૧, ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ ૨૧.૦૯.૨૦૨૧, મતદાનની તારીખ ૦૩.૧૦.૨૦૨૧ (રવિવાર) સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી, પુનઃ મતદાનની તારીખ ( જો જરૂરી હોય તો) ૦૪.૧૦.૨૦૨૧, મતગણતરીની તારીખ ૦૫.૧૦.૨૦૨૧ અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ ૦૮.૧૦.૨૦૨૧ છે
અમરેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ જગ્યા માટે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર,૧૪-સરંભડા તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી

Recent Comments