અમરેલી

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઉઠતા PSI સહિત પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરી નાખી

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે વિવિધ એલીગેશન થતા SPએ એક ઝાટકે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની બદલી કરી નાખતા આ મુદ્દે અમરેલી જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને 47 પોલીસકર્મીઓની જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બદલી બદલી કરી તેમના સ્થાને અન્ય પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર પણ કરી દેવામાં આવ્યા છે

ગુજરાત પોલીસના IPS નિર્લિપ્ત રાય દ્વારા ભૂતકાળમાં અનેક ખૂંખાર ગુનેગારો અને અમરેલી જિલ્લામા અસામાજિક પ્રવુતિ કરનારા લોકોને પકડીને જેલ હવાલે કર્યા છે. તેમની ફરજ દરમિયાન ગમે ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો પ્રવૃત્તિ કરનારા અને પ્રવૃતિ સાથે જેટલા પણ સંકળાયેલા પોલીસ કર્મીઓ હોય છે તેની સામે કાર્યવાહી કરવામાં પાછી પાની નથી કરી. SP નિર્લિપ્ત રાયની કડક હાથે કાર્યવાહીના કારણે ગુજરાતમાં અલગ ઓળખ છે

Related Posts