અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ .૪,૦૨,૦૦૦ / – નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં પસાર થતી નદીઓના પટ્ટમાંથી રેતી ચોરી કરી પર્યાવરણને નુકશાન કરતાં ઇસમો સામે કાર્યવાહી કરવા , રેતી ચોરી સદંતર બંધ સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૨૪ / ૦૫ / ૨૦૨૨ નાં શરૂ રાત્રીના અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન અમરેલી , લીલીયા રોડ , શ્યામ સર્કલ પાસેથી એક ઇસમને ડમ્પરમાં રેતીની ચોરી કરતા પકડી પાડી , તેમની સામે ધોરણસર કાર્યવાહી કરી , પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . છ પકડાયેલ આરોપી સુજીત ધીરૂભાઇ ધાધલ , ઉ.વ .૨૨ , રહે . અમરેલી , સત્યનારાયણ સોસાયટી , તા.જિ.અમરેલી , છે .
પકડાયેલ મુદ્દામાલ ટ્રક ડમ્પર રજી . નં . જી.જે.૦૩.ડબલ્યુ .૮૭૬૮ કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – તથા રેતી ૪ ટન કિં.રૂ .૨,૦૦૦ / – મળી કુલ કિં.રૂ .૪,૦૨,૦૦૦ / – નો મુદ્દામાલ , EQUIDEO KOXEN આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા , તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments