અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે , અમરેલી તાલુકા પો.સ્ટે . એ – પાર્ટ ગુ.રર્ન ૧૧૧૯૩૦૦૪૨૨૦૪૧૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ , ૪૫૭ મુજબના ચોરીના ગુનામાં નાસતા ફરતો આરોપી અમરેલી , બાયપાસ , રાધેશ્યામ હોટલ પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય , મળેલ બાતમી આધારે આરોપીને પકડી પાડી , તેમની સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . ♦ પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામઃ જયતિ કાંતીભાઇ વાઘેલા , ઉ.વ .૩૨ , રહે.અમરેલી , પ્રતાપપરા , તા.જિ. અમરેલી . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Recent Comments