અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને અમરેલીના રાધેશ્યામ બાયપાસ થી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.રર્ન ૧૧૧૯૩૦૦૪૨૨૦૪૧૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૫૭ મુજબના ચોરીના ગુનામાં નાસતા ફરતો આરોપી અમરેલી, બાયપાસ, રાધેશ્યામ હોટલ પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય, મળેલ બાતમી આધારે આરોપીને પકડી પાડી, તેમની સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
* પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામઃ
જયતિ કાંતીભાઇ વાઘેલા, ઉ.વ.૩૨, રહે અમરેલી, પ્રતાપપરા, તા.જિ. અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે…
Recent Comments