fbpx
અમરેલી

અમરેલી તાલુકા પો.સ્ટે. ઘરફોડ ચોરીના ગુન્હામા છેલ્લા ચૌદ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પોલીસ

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પો.સ્ટે.મા અલગ-અલગ ટીમો બનાવી કાર્યરત કરી, તેઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી જે આધારે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૭૯/૨૦૦૯ આઇ.પી.સી કલમ-૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીને પકડી પાડી આગળની ધોરણસર કાર્યવાહિ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત

(૧) કલમસિંગભાઇ જેતરાભાઇ પલાસિયા ( ભીલ ) ઉ.વ.૩૮ ધંધો-ખેતી રહે. તલાવજ તા.જોબટ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ.

સદરહુ કામગીરી શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી પોલીસ ટીમ સાથે જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts