fbpx
અમરેલી

અમરેલી તાલુકા ભાજપ પરિવાર દ્વારા યોજાયો નવનિર્વાચિત સાંસદ ભરતભાઈ સુતરિયાનો સન્માન કાર્યક્રમ

સંગઠનની શક્તિથી જ ઐતિહાસિક લીડ પ્રાપ્ત થઈ છે જેને આવનારા સમયમા જાળવી રાખવી તમામ કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી છે – કૌશિક વેકરીયાઅમરેલી તાલુકા ભાજપ પરિવાર દ્વારા અમરેલી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિર્વાચિત સાંસદશ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન સમારોહનું ભવ્ય આયોજન  કરવામાં આવ્યું. જેમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, રાજુલાનાં ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિશ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, પ્રદેશ મહિલા ભાજપ અગ્રણી શ્રી ભાવનાબેન ગોંડલીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ સાવલિયા, શ્રી વનરાજભાઈ કોઠીવાળ સહિત તાલુકાના તમામ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રીઓ, તાલુકા ભાજપ પરિવારના તમામ આગેવાનો તથા કાર્યકર્તા મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

આમરેલીના સાંસદ શ્રી ભરતભાઇ સુતરીયાએ સન્માનના પ્રત્યુતરમાં આભારની લાગણી વ્યક્ત કરી હતી તથા અમરેલી જિલ્લાનાં વિકાસ માટે કટિબદ્ધ રીતે કામ કરવાં વચન આપ્યું તથા પોતાની આગવી શૈલીમા કાર્યકર્તાનો જુસ્સો વધાર્યો હતો અને ચૂંટણીનો માહોલ હાલ પૂર્ણ થયો હોય, આવનારા દિવસોમાં અમરેલી સંસદીય મતવિસ્તારના લોકોની સુખ સુવિધા અને સમૃદ્ધિ માટે કામ કરવા કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા , રાજુલાના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા સહિત મહાનુભાવો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમમા અપેક્ષિત કરતાં વધુ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Follow Me:

Related Posts