અમરેલી

અમરેલી તાલુકા માલધારી સમાજનું સ્નેહમીલન યોજાયું

અમરેલી તાલુકાના મેડી ગામે ખોડીયાર માતાજીના મંદીરે અમરેલી તાલુકાના માલધારી સમાજનું આયોજન તા. ૧૧/૧૧/ર૦રરના રોજ રાત્રે ૯ કલાકે યોજાયું હતું. જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો હાજર રહયા હતા અને આ તકે અમરેલી કોંગ્રેેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણી ઉપસ્થિત રહયા હતા અને માલધારી સમાજએ વિજય ભવ:ના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી, દલસુખભાઈ દુધાત, દીનેશભાઈ ભંડેરી, નંદલાલભાઈ સખરેલીયા, સતીષભાઈ સખરેલીયા, દીલુભાઈ ધાધલ, વગેરે અમરેલી તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજુભાઈ ઝાપડા, બાબુભાઈ બાંભવા, કાનાભાઈ હાડગરડાએ કરેલ હતું.

Related Posts