ગુજરાત સરકાર દ્વારા ચાલતા અને પશુપાલન વિભાગની એક અનોખી પહેલ દ્વારા ગુજરાત ના ખેડૂત ભાઈઓ તેમજ પશુ પાલકો ને પશુઓ માટે મફત સારવાર અને દવા મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્રારા 10 ગામ દિઠ એક મોબાઇલ પશુ દવાખાનું કાર્યરત કરવામાં આવ્યું છે. જેને આજરોજ એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયું છે. આજના ખાસ દિવસે અમરેલી જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી ટી. સી. ભાડજા સાહેબ તેમજ જિલ્લા પશુ ચિકિત્સક શ્રી પી. જી. તરકેસા સાહેબ તથા અમરેલી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અમાનતઅલી નકવી તથા 108 ના જિલ્લા અધિકારી યોગેશ જાની સહિત ફરતા પશુ દવાખાના ના પશુ ચિકિત્સકો અને પાયલોટ ની હાજરી માં કેક કાપી ને એક વર્ષ પુર્ણ થયા ની ઉજવણી કરવામાં આવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. આ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાન અંતર્ગત ખેડુતો ને પોતાના જ ગામ મા આ ફરતુ મોબાઇલ પશુ દવાખાનું આવી પશુઓ ની સારવાર કરે છે.
તે મોબાઇલ પશુ દવાખાનામાં એક પશુચિકિત્સક તેમજ એક પાયલોટ કમ ડ્રેસર ની ટીમ હોય છે. 10 ગામ દિઠ મૂકેલા આ પશુ દવાખાનું દરરોજ પોતાના મુખ્ય મથક સાથે ત્રણ ગામ ની મુલાકાત લે છે અને ત્યાં કઈ પણ તકલીફ હોય તો સારવાર તેમજ ઑપરેશન પણ કરવાની જરૂર જણાય તો ઓપરેશન પણ કરી આપે છે સાથો સાથ જે તે પશુ દવાખાના ના સેજા હેઠળ ના ગામોમાં મુલાકાત ના સમય સિવાય કોઈ પણ ઇમરજન્સી આવે તો 1962 પર ફોન કરી ને પણ આ દસ ગામ દિઠ ફરતુ પશુ દવાખાનું બોલાવી શકાય છે. સવારે સાત વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી આ દવાખાનું કાર્યરત રહે છે.અમરેલી જિલ્લામા પહેલા 12 મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે ત્યારબાદ તાજેતર મા પશુપાલન વિભાગ ના માનનીય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ ના વરદ હસ્તે અમરેલી મા વધારે નવા નવ મોબાઇલ પશુ દવાખાના નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે થી હાલ અમરેલી જિલ્લામાં કુલ 21 મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે, અમરેલી જીલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અમાનતઅલી નકવી ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અમરેલી જીલ્લામાં કુલ 21 પશુ દવાખાના કાર્યરત છે.જેના દ્વારા આજ રોજ સુધી કુલ 39875 પશુઓ ની સારવાર કરવામાં આવી છે તેમજ સમગ્ર ગુજરાત મા કુલ 450 મોબાઇલ પશુ દવાખાના કાર્યરત છે અને આજ રોજ સુધી મા ગુજરાત મા કુલ 1187238 પશુઓ ની સારવાર સારવાર કરવામા આવી આવી છે, તેમજ લોકોને અને પશુપાલકો તેમજ ખેડૂત મિત્રો ને અપીલ કરવામાં આવે છે કે સરકાર ની આ સેવાનો વધુ મા વધુ લાભ લેવો.
અમરેલી જિલ્લા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાનાના પ્રોગ્રામ મેનેજર શ્રી જતીન સંચાણીયા સાહેબ દ્રારા પણ લોકો ને આ સેવાનો દરેક ઇમરજન્સી મા ટોલ ફ્રી નંબર 1962 પર કોલ કરી લાભ લેવા અમરેલી ની જનતાને જણાવવામાં આવ્યું છે
Recent Comments