અમરેલી

અમરેલી–દેરડી રૂટની બસ વાયા રાંઢીયા ચલાવવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી ડેપોની અમરેલી–દેરડી રૂટની બસ નિયમિત પણે રાંઢીયા ગામમાં ચાલતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાંઢીયા રોડનું કામ શરૂ હોવાથી રાંઢીયા ગામમાં આવતી તમામ બસો હાલમાં ગામમાં આવતી નથી જેમાંની એક રૂટની બસ અમરેલી –દેરડી છે જેમાં રાંઢીયા ગામના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો નિયમિત પણે મુસાફરી કરે છે. જે બસ હાલમાં રાંઢીયા ગામમાં આવતી બંધ થઈ ગઈ છે જેને લીધે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને અમરેલી તથા દેરડી અવર–જવર કરવાનું મુશ્કેલ બની ગયું છે આ રૂટની બસ નિયમિત પણે લુણીધાર ગામ સુધી આવે છે જો આ રૂટની બસને લુણીધાર થી રાંઢીયા સુધી લંબાવવામાં આવે તો વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને મુસાફરી કરવી સરળ બની જાય તેમ છે, હાલમાં વિદ્યાર્થીઓ પ્રથમસત્રની પરીક્ષાઓ નજીક હોય તો વહેલી તકે આ બસ લુણીધારથી રાંઢીયા સુધી લંબાવવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Related Posts