અમરેલી

અમરેલી-ધારી ગીરના મીઠાપુર નક્કીમાં આવ્યું પુર.

અમરેલી-ધારી ગીરના મીઠાપુર નક્કીમાં આવ્યું પુર. પુરના પાણી મીઠાપુર નક્કીના પુલ સુધી પહોંચ્યા હતા. પુલ પર પાણી વહેતા મીઠાપુર નકકીના સ્થાનિકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ પુલ નીચેથી પાણીની પાઇપ લાઈનો નાખવાથી પુરના પાણી પુલ ઉપર આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ ન આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

Related Posts