અમરેલી નગરપાલિકાએ અમરેલી શહેરમાં કોરોના વિષયક માહિતી માટે ઓનલાઇન ડેશબોર્ડ ડિઝાઇન કર્યું
અમરેલીના નગરજનોને આ કોરોના મહામારીના કપરા સમયમાં કોરોનાને લગતી વિવિધ વેરીફાઇડ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમરેલી નગરપાલિકા દ્વારા https://www.amrelicity.in/covid19/ કોરોના ડીઝીટલ ડેશબોર્ડ (વેબસાઈટ) ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડેશબોર્ડમાં અમરેલી શહેરમાં ઉપલબ્ધ કોરોના સારવાર માટે હોસ્પિટલો, કોરોના RTPCR -રેપીડ ટેસ્ટ ક્યાં થાય છે તેની વિગતો, ઓક્સિજન, નર્સિંગ તથા નિઃશુલ્ક ભોજન જેવી વિવિધ સેવાઓની માહિતી, કોરોના કેર સેન્ટરની માહિતી, રેમડીસીવર ઇન્જેક્શનની માહિતી, કોરોના હેલ્પલાઇન વિશે માહિતી, વેકસીનેસન પ્રોગ્રામ ની માહિતી તેમજ ઉપલબ્ધ લેબોરેટરીની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમરેલીના નગરજનોને આ ડૅશબોર્ડનો લાભ લેવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
Recent Comments