fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાનાં 44માંથી 3ર ઉમેદવારો ભાજપે જાહેર કર્યા

અમરેલી પાલિકાનાં 11 વોર્ડમાંથી ભાજપે 8 વોર્ડનાં 3ર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વોર્ડ-1, વોર્ડ-7 અને વોર્ડ-9નાં ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી નથી.

કોંગ્રેસમાંથી બળવો કરનાર 1પ જેટલા નગરસેવકોમાંથી માત્ર એક પૂર્વ પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાને ભાજપે ઉમેદવાર બનાવીને અન્‍ય  બળવાખોરોને ન ઘરના ન ઘાટના બનાવી દીધા છે.

ભાજપે પાલિકાનાં પૂર્વ પ્રમુખ અશોકભાઈ (કાળુભાઈ) પાનસુરીયાને ઉમેદવાર બનાવ્‍યા છે. ભાજપે જાહેર કરેલ 3ર નામોમાં ર8થી વધુ નામ નવા ચહેરા છે. ભાજપે ભગીરથ ત્રિવેદી, નિકુલ ડાબસરા, દીલુભાઈ વાળા, સુરેશભાઈ શેખવા, નિલેશભાઈ ધાધલ, બ્રિજેશ કુરૂંદલે, તુલસીદાસ મકવાણા, સંદિપ   માંગરોળીયા, હરીભાઈ કાબરીયા વિગેરેને મેદાનમાં ઉતાર્યા છે.

Follow Me:

Related Posts