fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાના કોગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા.

અમરેલી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે. ત્યારે કોગ્રેસ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. ત્યારે અમરેલી નગરપાલિકાના કોગ્રેસના જાહેર ઉમેદવારોમાં વોર્ડ નંબર 1,2, 3, 4, 5, 6,7, 8,9,10, અને 11ના ઉમેદવારોએ ફોર્મ આયોજન કચેરીએ ભરી પોતાની ઉમેદવારી આજે નોંધાવી હતી.

અમરેલીના નગરપાલિકા કોગ્રેસ દ્વારા રિપીટમાં 7 ઉમેદવારો તેમજ કોગ્રેસ છોડી ભાજપમાં ગયેલા ઉમેદવારોને ટિકિટ અપાઈ નથી . ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું. દરેક ઉમેદવારો પોતાના પ્રચાર કાર્યમાં લાગી ગયા હતા. આ પ્રસંગે સંદીપ ધાનાણી, શહેર પ્રમુખ લલિત ઠુમર, તેમજ કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા

Follow Me:

Related Posts