અમરેલી

અમરેલી નગરપાલિકાના વિજેતા ઉમેદવારોનું નરેન્‍દ્ર મોદી મંચ દ્વારા સન્‍માન

મહાશિવરાત્રીના પાવન દિવસે અમરેલી નગરપાલિકાના ચુંટાયેલા તમામ સદસ્‍યોનું સન્‍માન નરેન્‍દ્ર મોદી વિચાર મંચ અમરેલી જિલ્‍લાના પ્રમુખ જયદીપ નાકરાણી, પ્રદેશ મંત્રી મનીષભાઇ સિઘ્‍ધપુરા, મહામંત્રી સુમિત કરીયા, મનોજ વાળા, ઉપપ્રમુખમનોજભાઇ જળુ, યુવાપાંખના પ્રમુખ દિનેશ કનાડીયા દ્વારા કરવામાં આવેલ. આ તકે કાર્યક્રમના અઘ્‍યક્ષ તુષારભાઇ જોષી, મહામંત્રી ભાવેશભાઇ સોઢા હાજર રહેલ. આ સન્‍માન કાર્યક્રમ નાગદેવતા મંદિર ખાતે યોજવામાં આવેલ. જેમાં મંદિરના મહંત શ્રી હાર્દિકગીરી ગૌસ્‍વામી, રશ્‍મિનભાઇ ત્રિવેદી તથા શહેરના વિવિધ સંસ્‍થાઓના આગેવાનો તેમજ શહેરના અગ્રણી લોકોની હાજરીમાં સન્‍માનિત કરવામાં આવેલ. તેવી મહામંત્રી મનોજભાઇ વાળાની યાદી જણાવે છે.

Related Posts