fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં રેગ્યુલર સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ શહેરીજનો અને વેપારીઓ સફાઈ કાર્ય થઈ ગયા બાદ પણ કચરો જાહેરમાં ફેંકી ગંદકીનું સામ્રાજ્ય કરતા હોવાના કારણે આવા લોકો સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં રેગ્યુલર સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે. પરંતુ શહેરીજનો અને વેપારીઓ સફાઈ કાર્ય થઈ ગયા બાદ પણ કચરો જાહેરમાં ફેંકી ગંદકીનું સામ્રાજ્ય કરતા હોવાના કારણે આવા લોકો સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથો સાથ પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરનાર કે ઉપયોગ કરનાર ને પણ દંડ ફટકારવામાં આવશે.

એક તરફ અમરેલી નગરપાલિકા દ્વારા દરરોજ સવારે સફાઈ અને કચરો ઉપાડવાનું કામ નિયમિત કરવામાં આવે છે.પરંતુ સફાઈ કામ અને કચરો ઉપાડી લીધા બાદ સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા કચરો સરેઆમ જાહેરમાં ફેંકવામાં આવે છે.આથી તમામ વેપારીઓ અને શહેરીજનોને તાકીદ કરવામાં આવે છે, કે પોતાની દુકાનમાં અને ઘરમાં ડસ્ટબીન ફરજીયાત રાખે અને કચરી જાહેરમાં ફેંકવાના બદલે ડોર ટુ ડોર વાહનમાજ નાખે. કોઈ પણ વ્યક્તિ કચરો જાહેરમાં ફેંકશે તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત નિયમાનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં આવેલા રેસ્ટોરન્ટ, ખાણિપીણીના ધંધાર્થીઓ, હોટેલ ચલાવનારા તેમજ અન્ય તમામ ધંધાર્થીઓ એ પોતાના ધંધા ના સ્થળ ઉપર ડસ્ટબીન નિભાવવું અને કચરો કથરા વાહનમાં જ નાખવો. ઘણા ધંધાર્થીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી ખુલ્લેઆમ ગંદકી કરી રહેલ છે. આવા તત્વો સામે હવે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કોઈ ની પણ શેહ શરમ રાખવામાં આવશે નહીં. દંડ થયેલ ઇસામીઓ ના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે.

સરકારશ્રી ની સૂચના મુજબ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નું વેચાણ કરનાર કે ઉપયોગ કરનાર સામે પણ દંડનાત્મક કાર્યવાહી સાથે ફરિયાદ પણ કરવામાં આવશે.

શહેરીજનોએ નિરોગી અને સ્વસ્થ રહેવા પ્રથમ પોતાનું આંગણું સ્વચ્છ રાખી નૈતિક ફરજમાં જાગૃત બનવું પડશે. કચરો જાહેરમાં ફેંકવાના બદલે ડોર ટુ ડોર કચરા વાહનમાં જ નાખવા માટેની જાગૃતતા કેળવવી જરૂરી છે. આપણું શહેર સ્વચ્છ શહેર ની જ્યા સુધી ભાવના નહી હોય ત્યા સુધી સરકાર નું સ્વચ્છતા અભિયાન સાર્થક નહી થાય.

Follow Me:

Related Posts