અમરેલી નગરપાલિકાની વણથંભી વિકાસ યાત્રામાં શહેરીજનોની સુખાકારી અર્થે શહેરની મધ્યમાં આવેલ હિરકબાગ ખાતે રૂા.૧૫.૮૨ કરોડનાં ખર્ચે વોટરસમ્પ બનાવી છેવાડાના રહિશોને પુરતા પ્રમાણમાં પીવાનાં પાણીની ઉપલબ્ધી અર્થે કામગીરી શરૂ કરવામાં આવશે.
અમરેલી નગરપાલિકામાં ભાજપે સત્તાનાં સુત્રો સંભાળ્યાનાં સવા વર્ષનાં ટુંકા સમયમાં વિકાસની હરણફાળ ભરેલ છે. જેમાં શહેરને ગ્રીન સીટી બનાવવા ૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર, વીસ કરોડનાં બ્લોક-સી.સી. રોડની કામગીરી હાલ વેગવંતી છે, ત્યારે શહેરીજનોની પીવાના પાણીની સમસ્યા હલ કરવા પાલિકાની ભાજપની ટીમ દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા અમરેલી શહેરની જનતાની સુખાકારી અર્થે રૂા.૧૦૦૮ લાખનાં પાણીનાં પ્રોજેક્ટની સૈધ્ધાંતિક મંજૂરી આપેલ હતી. જેમાં નગરપાલિકા દ્વારા શહેરનાં હિરકબાગમાં વોટરવર્કસ, પાણીનાં શુધ્ધિકરણ માટે ફિલ્ટર પ્લાન્ટનાં રીનોવેશન, ઓ.જી. વિસ્તારમાં પાણીની પાઈપલાઈનો, પમ્પીંગ મશીનરી સહિતની કામગીરી અર્થે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.
આ તમામ કામગીરી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન-ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હતી. જે મંજૂરી અંતર્ગત આગામી દિવસોમાં હિરકબાગ ખાતે નવા પાણીનાં સમ્પ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે અને આ યોજનામાં છેવાડાના રહિશોને પીવાનાં પાણી અંગે પ્રાધાન્ય આપવામાં આવશે. શહેરનાં ઓ.જી. વિસ્તારનાં રહિશોને પણ પીવાનું પુરતું પાણી મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાશે. સરકારશ્રીની છેવાડાના માનવીને પીવાના પાણીની ઉપલબ્ધીની નેમને નજર સમક્ષ રાખી પારદર્શક કાર્યવાહી કરવામાં આવશે, તેમ પ્રમુખશ્રી શ્રીમતી મનિષાબેન સંજયભાઈ રામાણી, ઉપપ્રમુખશ્રી શ્રીમતી રમાબેન નરેશભાઈ મહેતા, ચીફ ઓફિસરશ્રી એચ.કે.પટેલની યાદીમાં જણાવવામાં આવેલ હતું.
Recent Comments