fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાની વણથંભી વિકાસયાત્રા આજે શહેરના જુદાજુદા ૩૧૦ જેટલા રોડને ૧૧ કરોડના ખર્ચે મઢવાની કામગીરી અંતર્ગત બ્રાહ્મણ સોસાયટી ના હાર્દ સમા ગોળ દવાખાના સુધીના સી-સી રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગરપાલિકામાં ભાજપે સત્તા ના સુત્રો સંભાળતાની સાથેજ શહેરીજનોની સુખાકારી અર્થે શહેરમાં વિકસિત વિસ્તારોના ધુલિયા રોડ સી-સી તેમજ પેવર બ્લોકથી મઢવાના કાર્યનો આજથી શુભારંભ થયો હતો.શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સી-સી રોડ પેવર બ્લોક રોડ બનાવવા સરકારે  ૧૧ કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેની તમામ મંજુરી મળી જતા આજે પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી અને સારહી યુથ ક્લબ પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, ચંદુભાઈ રામાણી, સદસ્યો-પીન્તુભાઈ કુરુન્દલે,નીલેશભાઈ ધાધલ ,ખુશ્બૂબેન ભટ્ટ,જયાબેન બારૈયા, પાલિકા ઈજનેર એચ.પી. ખોરાસીયા તેમજ તેમજ યોગેશ્વરનગર, ગોપાલનગર વિસ્તારના રહીશોની ઉપસ્થિતિમાં સી-સી રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts