અમરેલી

અમરેલી નગરપાલિકામા હાલમા ફાયર વિભાગનુ મહેકમ ઉભુ કરવામા આવ્યું

  અમરેલી નગરપાલિકામા હાલમા ફાયર વિભાગનુ મહેકમ ઉભુ કરવામા આવ્યું છે. અને ફાયર એનઓસીની કાર્યવાહી તેજ બનાવાઇ છે. અહી નવા નિમાયેલા ફાયર અધિકારી હરેશ સરતેજા અને હિમત બાંભરાેલીયા તથા તેની ટીમે આજે આ કાર્યવાહી કરી હતી. અહીના કેરીયારાેડ પર આવેલ શિવમ હિલ્સ નામના કાેમર્શીયલ વિથ રેસીડેન્સી બિલ્ડીંગને સીલ માર્યુ હતુ.

  અમરેલીમા શાળા કાેલેજ, હાેસ્પિટલ, બહુમાળી બિલ્ડીંગ તથા કાેમર્શીયલ બિલ્ડીંગ વિગેરેને પાલિકા દ્વારા ફાયર એનઓસી તથા બીયુ પરમીશન લેવા અંગે અગાઉ નાેટીસાે પાઠવવામા આવી હતી. બિલ્ડીંગ બનાવનાર કાેન્ટ્રાકટરે ફાયર એનઓસી લેવાની કાેઇ દરકાર લીધી ન હતી. અને પાલિકાની નાેટીસને પણ નજર અંદાજ કરી હતી. શહેરમા ઠેકઠેકાણે આવા બિલ્ડીંગ છે. ત્યાં પણ પાલિકાએ લાેકાેની સલામતી માટે સખત પગલા લેવાની જરૂર છે. અમરેલીમા જિલ્લા લેવલનુ ફાયર સ્ટેશન બનાવવા માટે સરકાર દ્વારા જમીન ફાળવણી કરી દેવાઇ છે. અહીના સાવરકુંડલા બાયપાસ રાેડ પર ફાળવાયેલી જમીન પર આગમી સમયમા ફાયર સ્ટેશન બનાવવામા આવશે.

Related Posts