અમરેલીના કોઈપણ નાગરિક પોતાની માલિકીની જમીન પર રહેતાં હોય, સરકારી જમીન પર દબાણ કરીને રહેતાં હોય કે ખાનગી માલિકીની જમીનમાં દબાણ કરી રહેતાં હોય અને આ નાગરિકો અનઅધિકૃત (ગેરકાયદેસર) નળ કનેક્શન ભુતકાળમાં લીધા હોય અને હાલ ધરાવતાં હોય તેવા નાગરિકોના અનઅધિકૃત અડધા ઇંચના નળ કનેક્શન ગેરકાયદેસર હોય તેને આગામી તા.૧૪/૦૨/૨૦૨૨ સુધીમાં સાધનિક ડોક્યુમેન્ટસ અને રકમ રૂ.૫૦૦– તથા અન્ય સર્વિસ ચાર્જ જમા કરી પોતાનાં ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરવાની કામગીરી અમરેલી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
ગેરકાયદેસર કનેક્શનને કાયદેસર/ રેગ્યુલાઈઝ કનેક્શન કરવા માટે રકમ રૂા.૧૨ – ના નિયત નમુનાનાં ફોર્મ અમરેલી નગરપાલિકાની જનસુવિધા કેન્દ્રમાંથી ઉપલબ્ધ થશે અને ત્યારબાદ નિયત રકમનાં નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી/ સોગંદનામાં રજુ કરવાનાં રહેશે અને ત્યારબાદ આ પ્રકારના ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે. આ ઉપરાંત એક મિલ્કતમાં ફક્ત એક કનેક્શન જ કાયદેસર કરી આપવામાં આવશે. આ યોજનાનો વધુમાં વધુ અમરેલી શહેરના નગરજનો લાભ લઈ ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર રેગ્યુલાઈઝ કરાવવા અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
Recent Comments