અમરેલી નગરપાલિકા દ્વારા કચરા ભરવા માટે ઉપયોગ કરાય રહેલા ટ્રેકટરો માં કચરો તો જે તે વિસ્તાર માંથી ભરાય છે પરંતુ ડમ્પ યાર્ડ સુધી પહોંચે તે પહેલાં અડધો કચરો રસ્તા મા જ ઠલવાય જાય છે
આ પહેલાં પણ અમરેલી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓ એ જવાબ આપ્યો હતો કે એક સપ્તાહ માં તેનો ઉકેલ લાવીશું નહીતો જે તે કોન્ટ્રાકટર ને નોટિસ આપીશું પરંતુ હજી સુધી તેનું કઈ નિરાકરણ આવ્યું જ નથી જેના કારણે રસ્તા પર અવર જવર કરતા વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે રહ્યો છે ટ્રેકટરો એવી રીતે ખુલ્લા લઈ જવામાં આવે છે જાણે રસ્તાપર બીજું કોઈ ચાલતુજ ના હોય
કચરા ને ઢાંકવામાં તો નથી આવતો પરંતુ તે ટ્રોલી ને પણ બરાબર બંધ કરવામાં નથી આવતી આં ટ્રેકટરો ના ડ્રાઈવર ની દાદા ગિરિ ગણવી કે પછી અમરેલીની જનતા નુ નસીબ યે તો સમય જ બતાવશે અમરેલી નગરપાલિકા દ્વારા આવા કોન્ટ્રાકટર ની સામે કેમ કડક પગલા ભરવામાં આવતા નથી તો શું નગરપાલિકા નાં સતાધીશો ની પણ આમાં મિલીભગત હશે
સ્ટેટ હાઇવે પર કચરા ના ખુલ્લા ટ્રેકટરો કોઈ અકસ્માત ની ઘટનાને આમંત્રણ આપે છે ત્યારે શું આગળ જતાં આં કચરાના ટ્રેકટરો ને ઢાંકવા માં આવશે ? કે પછી આમજ રામ ભરોસે ચાલશે…. તેવા પ્રશ્નો લોકો માંથી ઉઠી રહ્યા છે.
Recent Comments