અમરેલી

અમરેલી નગરપાલિકા ની જાણબહાર તોડી પાડનાર કસુરવાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરતા વિરોધપક્ષના ઉપનેતા સેજલબેન સોલંકી

અમરેલી શહેરના સ્ટેશન રોડ પર આવેલ અજમેરા સ્કુલ અને પરમ કોમ્પ્લેક્ષ ની વચ્ચે આવેલ શેરી માં જાહેર શોચાલય પર તાજેતર માં નગરપાલિકા ની જાણ બહાર તોડીપડનાર કસુરવાર સામે કડક કાર્યવાહી કરવા .

જયભારત સાથ જણાવવાનું કે અમરેલી નગરપાલિકા સંચાલિત સ્ટેશન રોડ પર આવેલ અજમેરા સ્કુલ અને પરમ કોમ્પ્લેક્ષ ની વચ્ચે શેરી માં જાહેર શોચાલય ને તાજેતર માં તોડીપાડવા માં આવેલ છે આ બાબતે અમોએ ચીફ ઓફિસર ને જાણ કરતા તેઓએ જણાવેલ કે આ અંગે પાલિકાને ખબર નથી કે આ શોચાલય કોણે તોડી પાડ્યું છે? પાલિકા દ્વારા આવો કોઈ હુકમ કરવા માં આવેલ નથી

આ શોચાલય કોણે તોડયું ? જેની જાણ નગર પાલિકા ને નથી આ કૃત્ય કરીને જાહેર જનતા ની સુવિધા છીનનાર કસુરવાર ની તપાસ કરી પોલિસ કાર્યવાહી કરવા અમારી માંગ છે સાથો સાથ નગરપાલિકા ના બાધકામ વિભાગ ના જવાબદાર અધિકારી કે જેમને અમરેલી શહેર માં પાલિકા દ્વારા બાંધકામ, રીનોવેશન કે અન્ય બાંધકામ બાબતની જવાબદારી હોય છતા આ ગંભીર પ્રશ્નને અજાણ રહી કોઈ પાર્ટી ને ફાયદો કરાવી રહયા હોય તેમજ તોડી પાડનાર વ્યક્તિઓ ને શોધી કાયદાકીય કાર્યવાહી તેમજ પોલીસ ફરિયાદ કરશો તેવી અમારી માંગ છે.

Related Posts