fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન, ઉપ પ્રમુખ રમાબેનના હસ્તે વોર્ડ નં–૪ માં સી.સી.રોડનુ ખાતમૂહર્ત

સ્થાનિક રહીશોએ વધાવી કામગીરી

અમરેલી નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા વેત જ ઘડાઘડ કામ અને ફટાફટ સુવિધાઓની અનુભુતિ અમરેલી શહેરવાસીઓ કરી રહયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોની સુવિધાઓને પ્રાધાન્ય આપી એક પછી એક કામ શરૂ થવા જઈ રહયા છે. જેમાં આજરોજ વોર્ડ નં. ૪ ના હનુમાનપરા શેરી નં.૪ માં આજે સી.સી. રોડનું ખાત મુર્હત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતીમાં પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ.

આ તકે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, દંડક ચિરાગભાઈ ચાવડા, નગર સેવક અરૂણાબેન બામણીયા, મનીષભાઈ ધરજીયા, દિપકભાઈ બાંભરોલીયા, બિપીનભાઈ લીંબાણી, સંજય (ચંદુ) રામાણી, નરેશભાઈ મહેતા, મેહુલભાઈ ધોરાજીયા, મુકુંદભાઈ મહેતા, મનોજભાઈ વાળા, કેતનભાઈ બાંભરોળીયા, કિશોરભાઈ આજુગીયા, પંકજભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહયા હતા.

Follow Me:

Related Posts