અમરેલી નગરપાલિકા વિસ્તારમાં શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવી
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે અમરેલી નગરપાલિકા વિસ્તારમાં તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન થશે. આથી અમરેલી શહેરમાં કાર્યરત તમામ વ્યવસાયકર્તાઓને અમરેલી નગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવે છે કે, મતદાનના દિવસે જે-તે દુકાન સંસ્થા કારખાનાઓમાં કામ કરતાં શ્રમયોગીઓને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનાં રહેશે તેમજ તમામ શ્રમયોગીઓને મતદાન કરવા માટે સવેતન રજા મંજૂર કરવાની રહેશે. આ અંગેની નોંધ તમામ વ્યવસાયકર્તાઓએને લેવા ચીફ ઓફિસરશ્રી અમરેલી નગરપાલિકા એચ.કે. પટેલ દ્વારા એક યાદીમાં અનુરોધ કરતા જણાવવામાં આવ્યું છે.
Recent Comments