અમરેલી નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બિનહરીફ જાહેર થઈ
અમરેલી નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું જાહેરનામું તા.16/3ના રોજ બહાર પાડવામાં આવેલ હતું. જેમાં કુલ 11 સભ્યોની ચંૂટણી કરવાની હતી. જેમાં નિયત સમય મર્યાદામાં ફકત 11 ઉમેદવારોએ જ ફોર્મ ભરતા તમામ 11 ઉમેદવારોને બિન હરીફ જાહેર કરવામાં આવેલ હતા.
જેમાં તુષારભાઈ જોષી, મેહુલકુમાર ધરજીયા, દિલીપસિંહ ઠાકોર, પરશોતમભાઈ દાફડા, દિવ્યેશભાઈ વેકરીયા, રસીકભાઈ પાથર, નિમિષાબેન પંડયા, નિખીલભાઈ આશર, દામજીભાઈ ગોલ, ભાવેશભાઈ પરમાર અને અતુલપુરી ગોસાઈનો સમાવેશ કરવામાં આવેલ છે.
ઉપરોકત તમામ ઉમેદવારો બિન હરીફ જાહેર થયેલ છે. તેમજ નગરપાલિકા દ્વારા બિન સરકારી સભ્ય તરીકે મનિષભાઈ સિઘ્ધપુરાના નામની દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમની દરખાસ્ત મંજૂર રાખવામાં આવેલ છે. અને શિક્ષણ અધિકારી દ્વારા સરકારી સભ્ય તરીકે સોલંકી ઘનશ્યામભાઈ મનજીભાઈની નિમણૂંક કરી કુલ 13 સભ્યોની દરખાસ્ત પ્રાથમિક શિક્ષણ નિયામક, ગાંધીનગરને મોકલી આપવામાં આવેલછે.
Recent Comments