અમરેલી શહેરમાં માનનીય શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –અમરેલીના લોગો નુ અનાવરણ કર્યુ આ તકે NCUI ના ચેરમેનશ્રી દિલિપભાઇ સંઘાણી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિક વેકરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઇ કાબરીયા, સીન્ડીકેટ સભ્ય પાર્થીવભાઇ જોષી, નગરપાલિકા પ્રમુખશ્રી મનિષાબેન ચંદુભાઇ રામાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઇ દુધાત તથા સુરેશભાઇ શેખવા, મૌલીકભાઇ ઉપાધ્યાય, હરીભાઇ કાબરીયા, ધાર્મીકભાઇ રામાણી ઉપસ્થિત રહ્યા. આ અંગેની વિગતો આપતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીના ચેરમેન તુષાર જોષીએ જણાવ્યુ હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીની સ્થાપના તા.૦૧/૦૫/૧૯૬૯ થી થયેલ છે. જેમાં આજ સુધી એટલે કે ૫૧ વર્ષથી “લોગો” બનાવવામાં આવ્યો ન હતો, તેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીની એક અલગ ઓળખ ઉભી કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીની નવી બોડી બન્યા બાદ પ્રથમ બેઠક યોજાય હતી. જેમાં સમિતિનો “લોગો” બનાવવા માટે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં ચેરમેન તુષાર જોષી , વાઇસ ચેરમેન દામજીભાઇ ગોલ તથા સભ્યશ્રીઓ મેહુલ ધોરાજીયા, અતુલપુરી ગોસાઇ, દિલીપસિંહ ઠાકુર, નિમીષા પંડ્યા, પરેશ દાફડા, મનિષભાઇ સિધ્ધપુરા, દિવ્યેશ વેકરિયા, રસીકભાઇ પાથર, નિખિલ આશર, ભાવેશ પરમાર તથા સરકારી સદસ્ય જી.એમ.સોલંકી, શાસનાધિકારીશ્રી એચ.કે.બગડા સાહેબ, હેડ ક્લાર્ક તેલીભાઇ તથા સંદિપ વામજા ઉપસ્થિત રહ્યા હતા. તેવુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીનાં સભ્યશ્રી અતુલપુરી ગોસાઇની અખબારી યાદીમાં જણાવાયું છે
અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ –અમરેલીના લોગો નુ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ.

Recent Comments