અમરેલી

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સૌ પ્રથમ વાર વિના મુલ્યે ફુલસ્કેપ ચોપડા વિતરણ

અમરેલી શહેરમાં સૌ પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રયાસો થી લોકો પાસેથી લોક સહકાર મેળવી અમરેલી નગર શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં ધો.૩ થી ૮ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલ સ્કેપ ચોપડાના વિતરણનો શુભારંભ માન.શ્રી દિલીપભાઈ સંઘાણી (ચેરમેન-ઇફકો)ના વરદહસ્તે તેમજ માન.સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા,નગર પાલિકાનાં પ્રમુખ મનીષાબેન રામાણી,સારહી યુથ કલબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી,અમરડેરી ચેરમેન અશ્વીભાઈ સાવલીયા,પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી,શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા,ટીમ ભાજપ,ટીમ નગરપાલિકા,ટીમ શિક્ષણ સમિતિ,તમામ આચાર્યોની વિશેષ ઉપસ્થિતિમાં રોકડિયા હનુમાનપરા પ્રાથમિક શાળામાં તા.- ૦૧/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૯:૦૦ કલાકે થશે, તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી,વાઈસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી હિરેન બગડાની યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts