અમરેલી ના મોટા ભંડારીયા આવેલી જવાહર નવોદય વિદ્યાલય ના 16માં વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નુ શાળાની વિદ્યાર્થીનીઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતુ. શાળા કેમ્પસ માં કેન્દ્રીય મંત્રી અને સાંસદ ની ગ્રાન્ટ માંથી બનેલી કમ્પ્યુટર લેબ નુ નિરીક્ષણ કરી શાળામાં થયેલા વિકાસલક્ષી કર્યોનુ પગપાળા ચાલી નિરીક્ષણ કર્યું હતુ પૂર હોનારત પછી થયેલા વિકાસ કાર્યો અને શાળાના માહોલની પ્રશંસનીય કામગીરી ને બિરદાવી હતી. આ સાથે શાળાના વાર્ષિક ઉત્સવ માં શાળાના બાળકોએ પરેડ યોજી મહેમાનો ને સલામી આપી સ્વાગત કર્યું હતુ અને રંગારંગ કાર્યક્રમ યોજી ગુજરાત ની ભાતીગળ સંસ્કૃતિ થી ઉપસ્થિત તમામ મહેમાનોના મન મોહ્યા હતા.વિવિધ ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા,સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, મોટા ભંડારીયા ના સરપંચ, ડેરી સાયન્સ કોલેજ ના પ્રિન્સિપાલ,નવોદય વિદ્યાલય ના પ્રિન્સિપાલ વિજય ઘોષ, શાળાનો સ્ટાફગણ, પીટીસી મેમ્બર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને માણ્યો હતો.
અમરેલી નવોદય વિદ્યાલયનો રંગારંગ કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવ ઉજવાયો

Recent Comments