અમરેલી નાગરિક સહકારી બેન્ક લી. અમરેલીની ચિતલ બ્રાંચમાં વિનોદરાય લાલજીભાઈ શેલડીયા પોતાનું લોકર ધરાવે છે. જે લોક તેઓ ઘ્વારા તા. 7/7/ર1નાં રોજ ઓપરેટ કરેલ ત્યારે તેઓ ઘ્વારા પોતાના લોકરમાંથી કાઢેલ સોનાના દાગીના અંદાજે રૂા. 1.પ0 લાખ જેવી કિંમતના લોકરમાં મુકવાનું ભૂલી ગયેલ અને તે સોનાના દાગીના બેન્કનાં કર્મચારીને મળતા તેમણે તે દિવસ દરમ્યાન જેટલા લોકર ધારકોએ લોકર ઓપરેટ કરેલ તેઓને ફોન કરી પોતાનું લોકર ચેક કરી જવા જણાવેલ અને બેન્ક ઘ્વારા પણ જુદા જુદા વર્તમાનપત્રોમાં લોકર ધારકોને પોતાના લોકર ચેક કરવા બાબતે જાહેરાત પણ આપેલ. જે પરત્વે વિનોદરાય લાલજીભાઈ શેલડીયાએ પોતાનું લોકર ચેક કરતા તેમણે પોતાના ઘરેણા ઓછા હોવાનું જણાવતા તેઓના દાગીનાની ખરાઈ કરી આપેલ હોય જે દાગીના આજે બેન્કનાં ચેરમેન મનસુખભાઈ ધાનાણી, વાઈસ ચેરમેન ધનજીભાઈ સાપરીયા, મેનેજીંગ ડિરેકટર પરેશભાઈ આચાર્ય તથા બેન્કના ડિરેકટર પી.પી. સોજીત્રા તથા પ્રેસ તથા મીડિયાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા માનવ મંદિર આશ્રમનાં ભકિતરામબાપુનાં હસ્તે પરત કરેલ છે. આમ બેન્કે પોતાની ગ્રાહકો પ્રત્યેની ફરજ અદા કરેલ છે. તેમ બેન્કનાં મેનેજર આશિષભાઈહિરપરાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
અમરેલી નાગરિક બેન્કની ચિતલ શાખાનાં લોકરધારકને ભૂલી ગયેલ સોનાના દાગીના પરત મળી ગયા

Recent Comments