અમરેલી નાગરિક બેન્કે મૂળ માલિકને દાગીના ભરેલું બોક્ષ પરત કર્યું
અમરેલી નાગરિક સહકારી બેન્કમાં ગત તા.1ર/1ના રોજ લોકર ધરાવનાર ગ્રાહક પોતાના સોના-ચાંદીના દાગીના ભરેલ ડબ્બો ભૂલી ગયા હતા. ત્યારે બેન્કના સ્ટાફ તથા બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા દાગીના મૂળ માલિકને સોંપી એક પ્રમાણિકતાનું ઉતમ નમૂનેદાર કાર્ય કર્યું હતું. આ બનાવમાં અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા અને અમરેલી નાગરિક સહકારી બેન્કમાં લોકર ધરાવનાર જનકભાઈ દલપતરામ અઘ્યારૂ ગત તા.1ર/1ને મંગળવારના રોજ લોકર ખોલવા આવેલા અને લોકરમાં પડેલસોના-ચાંદી ભરેલ ડબ્બો લોકર બહાર ભૂલીને જતા રહયા હતા. બાદમાં આ બેન્કમાં લોકર ઓપરેટ કરવા આવેલ મંજુલાબેન કમલેશભાઈ બોકરવાડીયાને આ સોના-ચાંદી ભરેલ ડબ્બો કે જેમાં 309 ગ્રામ સોનાના દાગીના હતા તે મળી આવતાં તે સોના ચાંદીના દાગીના ભરેલ ડબ્બો બેન્કના મેનેજરને સુપ્રત કરી તેઓએ પણ પ્રમાણિકતા બતાવી હતી. બાદમાં દાગીના મૂળ માલિકને પરત મળે તે માટે થઈ નાગરિક સહકારી બેન્ક દ્વારા સ્થાનિક અખબારોમાં જાહેરાત આપી તથા ગત તા.1ર/રના રોજ 1પ જેટલા ગ્રાહકોએ પોતાના લોકરની મુલાકાત લીધી હતી. તે તમામને રજિસ્ટર પત્રો દ્વારા જાણ કરવામાં આવેલ કે, સોના-ચાંદીના દાગીનાની ઓળખ આપી રૂા. 1પ લાખના દાગીના મેળવી લેવા જાણ કરેલ હતી. બાદમાં આજે પત્રકારોની રૂબરૂમાં મૂળ માલિકને બોલાવી અને સોના-ચાંદીના દાગીના જયોત્સનાબેન અઘ્યારૂએ ઓળખી બતાવતા બોર્ડ ઓફ ડિરેકટર્સ પી.પી. સોજીત્રા, ચેરમેન જયેશ નાકરાણી, વાઈસ ચેરમેન મનસુખભાઈ ધાનાણી તથા એમ.ડી. ભાવિન સોજીત્રાએ રૂા. 1પ લાખની કિંમતના દાગીના ભરેલ ડબ્બો મૂળ માલિકને સુપ્રત કરી બેન્ક સ્ટાફ તથા બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂર્ણ કરેલ છે. આ સમયે જેમને આ દાગીના ભરેલ ડબ્બો મળેલ તે મંજુલાબેન કમલેશભાઈ બોકરવાડીયાનું પણ પ્રમાણિકતાદાખવવા બદલ સન્માનિત કર્યા હતા.
Recent Comments