અમરેલી ના દેવળીયા સરપંચે જમીન લેવલ થી ૪૨ ફૂટ ઉડાઈ એ સૈકાઓથી બંધ વાવ ખોલતા પૌરાણિક શિવમંદિર મળ્યું જિલ્લા કલેકટર અમરેલી દ્વારા રાજ્ય ના પુરાતત્વ વિભાગ ને જાણ કરાઇ
અમરેલી ના દેવળીયા તા જિ અમરેલી ગામે વર્ષો પુરાણી વાવની અંદર આવેલ સૈકાઓ જુના શિવમદિર જમીન લેવલથી ૨૮ ફુટ ઉંડાઈ એ છે અને તેમાંથી શિવલીંગ ગામનાં અંદર આવેલ શિવલીંગ આસપાસ ગંદકી હોય શિવલીંગ બહાર કાઢેલ અને બહાર આવેલ નાના મંદિર મા ૧૬ વર્ષ થી પુજા પ્રવિણભાઈ મહેતા અને ગામનાં ઉપસરપંચ ધમિષ્ઠાબેન ભાવેશભાઈ સોલડીયા પુજા વિધિ કરતાં પરંતુ ધાર્મિક લોકોના કહેવા મુજબ શિવલીંગ ફેરવાય નહી તેવી બાબત ગામ પંચાયત સુધી પહોંચેલી
અને ગામ પંચાયત દ્વારા ગામસભામા ચર્ચા વિચારણા વિમર્શ કરી આ માટે ગામ લોકો ના સહયોગ દ્વારા વાવ પગથીયાં ખોલવા પ્રયાસ કરવાં સામુહિક નિર્ણય કરવામાં આવેલ ત્યારબાદ લોક સહયોગ થી જમીન લેવલથી ૨૮ ફુટ ઉંડાઈ એ આવેલ પથ્થર થી બધ કરાયેલ કમાન ગેઈટ ખોલતાં ૧૪ ફુટ ઉંચુ અને ૧૧ ફુટ પહોંળાઈ અને કોતરણી ધરાવતી સાઈડ વોલ કમાનો આબેહુબ નકશી કામ છે
અને ત્રણ માળ ધરાવતી વાવ અને સૈકાઓ જુના શિવમદિર પણ હોય અને હજું જમીન લેવલથી ૪૨ ફુટ ઉંડાઈ એ બાંધકામ છે આ બાબતે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ ને ધ્યાને મુકાતા કલેકટરશ્રી અમરેલી ના આદેશ મુજબ પ્રાત કલેકટરશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ મુલાકાત કરી વિગતો મેળવી પ્રભાવિત થયા હતા
અને ફોટા વિડીયો સાથે કલેકટર શ્રી અમરેલી દ્વારા રાજય સરકાર ના સબંધીત વિભાગની મદદથી આ પુરાતન વાવના સૌના શિવ ના વારસાની જાળવણી માટે યોગ્ય નિર્ણય કરાશે એવી ખાત્રી આપી હતી તેમ સ્થાનિક સરપંચ ભાવનાં નાથાલાલ સુખડિયા દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું છે આ સોન શિવ મંદિર ક્યારે બન્યું ? કોના શાસન માં શુ કામ પથ્થર થી બંધ કરી ઢાંકી દેવાયું ? ક્યાં સેંકા માં બાંધકામ કરાયું ? સૌના શિવ મંદિર માટે પ્રશાસનિક વ્યવસ્થા તપાસ કરી જીર્ણોદ્ધાર કરશે ? અનેકો અટકળો વચ્ચે સેંકા પહેલા નું પૌરાણિક શિવ મંદિર ઉદ્યમી સરપંચ ની જિજ્ઞાસા અને ઉત્સુકતા એ બંધ કરાયેલ વાવ શુ કામ બંધ કરી હશે ?
તેવી ઉત્સુકતા એ ગ્રામ સભા માં ચર્ચા કરી સ્વયંભૂ લોક સહકાર થી વાવ ખોલતા ભવ્ય અને દિવ્ય વિરાસત ઉજાગર થઈ સૌના શિવ મંદિર દુર્લભ અવશેષો તો મળ્યા હવે પુરાતત્વ વિભાગ સ્થળ વિઝીટ કરી યોગ્ય કરશે તેવી સોને આશા છે
Recent Comments