fbpx
અમરેલી

અમરેલી પંથકની સગર્ભા મહિલા અને તેના ર બાળકોને 108એ મઘ્‍યરાત્રિએ બચાવ્‍યા

અમરેલી તાલુકાના નવાખીજડિયા ગામમાં બન્‍યો કે જયાં લળીબેન નત્રુભાઈ મકવાણા નામની ર6 વર્ષની સગર્ભા માતાને રાત્રે 8:4પ વાગ્‍યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપાડતાં અમરેલી 108નો સંપર્ક કરવામાં આવ્‍યો હતો.

આ અંગેની જાણ થતાં જ અમરેલી 108 ના ઇ. એમ.ટી. મહેશ સોલંકી અને પાયલોટ યોગેશભાઈ વૈધ ગણતરીની મિનિટોમાં જ અમરેલી તાલુકાના નવાખીજડિયા ગામે પહોંચી ગયા હતાં. સગર્ભા વાડી વિસ્‍તામાં હતા. ચારે તરફ સુમસામ અને બીજી તરફ પ્રસૂતાનો ચિત્‍કાર કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો.પરંતુ જેનું નામ 108ની સેવા છે એવી સ્‍વાસ્‍થ્‍ય સેવાના એમ્‍બ્‍યુલન્‍સમાં રહેલ સ્‍વાસ્‍થ્‍ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડાયા બાળકો હોવાનું માલુમ પડયું.

આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસ્‍સો સમય થયો હોવાથી અને ટ્‍વીન્‍સ બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું.

બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી ડિલિવરી ત્‍યાં જ કરાવવી પડે તેવી સ્‍થિતિ હતી. સગર્ભાને હોસ્‍પિટલ પહોંચાડવામા આવે તો રસ્‍તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું.

આ સંજોગોમાં 108ના સ્‍ટાફે ત્‍યાં સ્‍થળ પર જ સગર્ભા માતાને 108  એમ્‍બ્‍યુલન્‍સમાં લીધી અને પરિસ્‍થિતિને અનુલક્ષીને એમ્‍બ્‍યુલન્‍સ માં જ પ્રસૂતિ કરાવી હતી.  પ્રથમ બાળકનો જન્‍મ નોર્મલ થયો હતો. ત્‍યારબાદની ર0 મિનિટ બાદ બીજા બાળકની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. પરંતુ ડિલિવરીમાં બીજા બાળકનો જન્‍મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું નહતું કે રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ જ નીચો હતો.

આ સંજોગોમાં બાળકનું જીવનજોખમમાં મુકાયું હતું  તેથી 108ના કર્મચારીઓ એ તાત્‍કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ તથા કૃત્રિમ શ્વાસોશ્વાસો આપવાનું ચાલુકર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્‍સી સેન્‍ટરમાં બેઠેલા ફિઝીશ્‍યન ડોકટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્‍યું.

સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્‍સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્‍યું.અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્‍યાં હતાં. આમ, લળીબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં.

આમ, 108ની ત્‍વરિત અને તાત્‍કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્‍યું હતું સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની પીડામાંથી મુક્‍તિત અપાવી જીવ બચાવ્‍યો હતો. આમ, 108ની સેવાને લીધે એક સાથે ત્રણ લોકોનો જીવ બચાવી શકાયો હતો.

આ બંને નવજાત શિશુને ત્‍યારબાદ ઓક્‍સિજન અને જરૂરી દવા આપીને તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવ્‍યાં હતાં. ફરજ પરના ડોક્‍ટર દ્વારા તપાસ કર્યા બાદ બંને બાળકો અને સગર્ભા સ્‍વસ્‍થ હોવાથી પુષ્ટિ કરી અને હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્‍ત છે.

Follow Me:

Related Posts