અમરેલી પંથકમા કાળઝાળ ગરમીનુ માેજુ ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી અમરેલી પંથકમા તાપમાનનાે પારાે 40 ડિગ્રીને પાર

ઉનાળાનાેઆરંભ થવા જઇ રહ્યાે છે. તેવા સમયે જ અમરેલી પંથકમા કાળઝાળ ગરમીનુ માેજુ ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી અમરેલી પંથકમા તાપમાનનાે પારાે 40 ડિગ્રીને પાર છે અને આજે તાે તાપમાન 41.5 ડિગ્રી પર પહાેંચી જતા શહેરના લાેકાે અકળાઇ ઉઠયાં હતા. બપાેરના સમયે અંગ દઝાડતા તાપ વચ્ચે લુ ફુંકાઇ હતી. સામાન્ય રીતે માર્ચ માસમા અહી આટલી ગરમી પડતી નથી.
આ વર્ષે ઉનાળામા રેકાેર્ડબ્રેક ગરમી પડે તેવા એધાણ વર્તાઇ રહ્યાં છે. કારણ કે હજુ તાે ઉનાળાના પગરણ થઇ રહ્યાં છે. તેવા સમયે આકરી ગરમીનાે રાઉન્ડ શરૂ થઇ ગયાે છે. સામાન્ય રીતે હાેળી ધુળેટીના પર્વ સુધી વાતાવરણ ગરમ હાેતુ નથી બલકે રાતના સમયે ઠંડીનાે ચમકારાે પણ હાેય છે. એટલે જ લાેકાે હાેળી ફરતે ઉભા રહી શરીર તાપતા હેાય છે.
જાે કે ઓંણસાલ લાેકાેને હાેળીની ગરમીઆકરી લાગે તેવુ વાતાવરણ છે. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનાે પારાે સતત ઉંચકાઇ રહ્યાે છે. અમરેલી પંથકમા સામાન્ય રીતે માર્ચ માસમા ભાગ્યે જ તાપમાન 40 ડિગ્રીને પાર થાય છે. પરંતુ હાલમા હજુ માર્ચ માસનાે મધ્યભાગ ચાલી રહ્યાે છે. તેવા સમયે જ પારાે ઉંચકાઇ ગયાે છે.
સાેમવારે અમરેલી શહેરનુ તાપમાન 40.5 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ગઇકાલે મંગળવારે તેમા વધારાે થયાે હતાે અને મહતમ તાપમાન 41 ડિગ્રી સુધી પહાેંચી ગયુ હતુ. આજે ગરમી વધુ આકરી બની હતી. અને અમરેલી શહેરમા મહતમ તાપમાન 41.5 ડિગ્રી પર પહાેંચી ગયુ છે. બપાેરના સમયે આકરાે તાપ વરસતા શહેરના લાેકાે અકળાઇ ઉઠયાં હતા.
બપાેરના સમયે અહી બળબળતી લુ પણ ફુંકાઇ હતી. જેના કારણે જનજીવન પર અસર પડી હતી. હજુ ઉનાળાની પુરી શરૂઆત પણ થઇ નથી ત્યાં તાપમાન આટલુ ઉંચુ ગયુ છે ત્યારે મધ્ય ઉનાળામા શું સ્થિતિ થશે તેના એધાણ અત્યારથી વર્તાઇ રહ્યાં છે. રાજયના હવામાન વિભાગ દ્વારા પણ હજુ ત્રણ દિવસ સુધી સમગ્ર રાજયમા હિટવેવની આગાહી કરવામા આવી છે.
Recent Comments