fbpx
અમરેલી

અમરેલી પાલિકાએ વ્‍યવસાય વેરાનાં સ્‍લેબમાં ફેરફાર કરતા વેપારીઓમાં નારાજગી

અમરેલી વેપારી મહામંડળ  અને ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરના વેપારીઓ પાસેથી નગરપાલિકા દ્વારા વ્‍યવસાય વેરો ત્રણ સ્‍લેબમાં ઉઘરાવવામાં આવતો હતો. જેમાં ફેરફાર કરી એક જ સ્‍લેબ કરવામાં આવેલ છે. તો હાલના કોરોના મહામારીના સમયમાં છેલ્‍લા દોઢ વર્ષથી ધંધા-રોજગારમાં મંદી હોય વેપારીઓને મુશ્‍કેલી પડતી હોય શહેરના નાના મોટા દરેક વેપારીઓ હાલમાં આર્થિક મુશ્‍કેલીઓનો સામનો કરી રહયા છે. દરેક વેપારીઓના ટર્ન ઓવર સરખા ન હોય નાના વેપારીઓને વ્‍યવસાય વેરો નવા સ્‍લેબ મુજબ તેના ટર્ન ઓવરને અનુલક્ષીને ભરવો પરવડે તેમ ન હોય નાના વેપારીઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે હાલમાં ખૂબ જ મુશ્‍કેલી પડતી હોય, ધંધા રોજગારમાં મંદી હોય પડયા ઉપર પાટુ મારવા જેવી બાબત છે. તો તાત્‍કાલિક નિર્ણય મોકૂફ રાખવા અને આવા કપરા સંજોગોમાં જુના સ્‍લેબ મુજબ વ્‍યવસાય વેરો ચાલુ રાખવા અંતમાં માંગ કરેલ છે. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, 6પ વર્ષથી ઉપરના લોકો જો નિયતનમૂનામાં જન્‍મ તારીખના પૂરાવા સાથે પાલિકામાં રજૂઆત કરશે તેવા સિનિયર સિટીઝનના વ્‍યવસાય વેરો માફ થઈ    શકે છે.

Follow Me:

Related Posts